ભાગ ૭
ઈસુ કોણ હતા?
યહોવાએ ઈસુને ધરતી પર મોકલ્યા. ૧ યોહાન ૪:૯
યહોવાને ભજવા આપણે બીજી એક ખાસ વ્યક્તિનું સાંભળવું જોઈએ. આદમને બનાવ્યો એના ઘણા સમય પહેલાં, યહોવાએ સ્વર્ગમાં એક શક્તિશાળી દૂત બનાવ્યો હતો.
સમય જતાં, મરિયમ નામે કુંવારી યુવતીને પેટે જન્મ લેવા યહોવા એ દૂતને મોકલે છે. બેથલેહેમમાં જન્મેલા એ બાળકનું નામ ઈસુ પાડવામાં આવ્યું.—યોહાન ૬:૩૮.
ઈસુની રગેરગમાં યહોવા જેવા જ ગુણો હતા. તે દયા અને પ્રેમથી ભરપૂર હતા. લોકો અચકાયા વગર તેમની પાસે દોડી જતા. ઈસુએ હિંમતથી લોકોને યહોવા વિષે શીખવ્યું.
૧ પિતર ૨:૨૧-૨૪
ઈસુ સારાં કામો કરતા, પણ લોકો તેમને નફરત કરતા.ગુરુઓના ખોટા ઉપદેશને અને ઢોંગને ઈસુએ ઉઘાડા પાડ્યા. એટલે ગુરુઓને તે જરાય ગમતા ન હતા.
ઈસુએ બીમાર લોકોને સાજા કર્યા. ગુજરી ગયેલા અમુક લોકોને પણ જીવતા કર્યા.
ગુરુઓએ ઈસુ વિષે ખોટી વાતો ફેલાવી. એટલે રોમન સરકારે ઈસુને ખૂબ માર્યા અને મોતની સજા કરી.