ઉત્પત્તિ ૫:૧-૩૨
૫ આદમની વંશાવળી* આ છે. ઈશ્વરે જ્યારે* આદમને બનાવ્યો, ત્યારે તેને પોતાના જેવો બનાવ્યો હતો.+
૨ તેમણે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.+ તેઓને બનાવ્યાં+ એ દિવસે ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને મનુષ્ય* કહ્યાં.
૩ આદમ ૧૩૦ વર્ષનો હતો ત્યારે તેને એક દીકરો થયો. એ તેના જેવો, તેના સ્વરૂપ પ્રમાણે હતો. આદમે તેનું નામ શેથ+ પાડ્યું.
૪ શેથના જન્મ પછી આદમ ૮૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૫ આદમ ૯૩૦ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.+
૬ શેથ ૧૦૫ વર્ષનો હતો ત્યારે તેને અનોશ+ થયો.
૭ અનોશના જન્મ પછી શેથ ૮૦૭ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૮ શેથ ૯૧૨ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૯ અનોશ ૯૦ વર્ષનો હતો ત્યારે તેને કેનાન થયો.
૧૦ કેનાનના જન્મ પછી અનોશ ૮૧૫ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૧૧ અનોશ ૯૦૫ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૧૨ કેનાન ૭૦ વર્ષનો હતો ત્યારે તેને માહલાલએલ+ થયો.
૧૩ માહલાલએલના જન્મ પછી કેનાન ૮૪૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૧૪ કેનાન ૯૧૦ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૧૫ માહલાલએલ ૬૫ વર્ષનો હતો ત્યારે તેને યારેદ+ થયો.
૧૬ યારેદના જન્મ પછી માહલાલએલ ૮૩૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૧૭ માહલાલએલ ૮૯૫ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૧૮ યારેદ ૧૬૨ વર્ષનો હતો ત્યારે તેને હનોખ+ થયો.
૧૯ હનોખના જન્મ પછી યારેદ ૮૦૦ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૨૦ યારેદ ૯૬૨ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૨૧ હનોખ ૬૫ વર્ષનો હતો ત્યારે તેને મથૂશેલાહ+ થયો.
૨૨ મથૂશેલાહના જન્મ પછી પણ હનોખ ૩૦૦ વર્ષ સુધી સાચા ઈશ્વરની* સાથે ચાલતો રહ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૨૩ આમ, હનોખ ૩૬૫ વર્ષ જીવ્યો.
૨૪ હનોખ સાચા ઈશ્વર સાથે ચાલતો રહ્યો.+ પછી કોઈએ તેને કદી જોયો નહિ, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો.+
૨૫ મથૂશેલાહ ૧૮૭ વર્ષનો હતો ત્યારે તેને લામેખ+ થયો.
૨૬ લામેખના જન્મ પછી મથૂશેલાહ ૭૮૨ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૨૭ મથૂશેલાહ ૯૬૯ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૨૮ લામેખ ૧૮૨ વર્ષનો હતો ત્યારે તેને એક દીકરો થયો.
૨૯ તેણે તેનું નામ નૂહ*+ પાડ્યું અને કહ્યું: “આ છોકરો અમને રાહત* અપાવશે. યહોવાએ ધરતીને શ્રાપ આપ્યો+ હોવાથી અમારે કાળી મજૂરી કરવી પડે છે. તે દીકરો અમને એમાંથી રાહત અપાવશે.”
૩૦ નૂહના જન્મ પછી લામેખ ૫૯૫ વર્ષ જીવ્યો અને તેને બીજાં દીકરા-દીકરીઓ થયાં.
૩૧ લામેખ ૭૭૭ વર્ષ જીવ્યો અને પછી તેનું મરણ થયું.
૩૨ નૂહ ૫૦૦ વર્ષનો થયો પછી તેને શેમ,+ હામ+ અને યાફેથ+ થયા.
ફૂટનોટ
^ મૂળ, “આદમની પેઢીઓનું પુસ્તક.”
^ મૂળ, “જે દિવસે.”
^ અથવા, “આદમ; માણસજાત.”
^ કદાચ એનો અર્થ, “વિસામો; દિલાસો.”
^ અથવા, “દિલાસો.”