મીખાહ ૫:૧-૧૫

  • એક રાજા, જે આખી પૃથ્વી પર મહાન થશે (૧-૬)

    • એ રાજા બેથલેહેમમાંથી આવશે ()

  • બાકી રહેલા વંશજો ઝાકળ જેવા અને સિંહ જેવા થશે (૭-૯)

  • દેશને શુદ્ધ કરવામાં આવશે (૧૦-૧૫)

 “હે ઘેરાયેલી નગરી,તું પોતાના શરીરને ઘાયલ કરી રહી છે. દુશ્મને આપણને ઘેરી લીધા છે.+ તેઓ ઇઝરાયેલના ન્યાયાધીશના ગાલ પર સોટી મારે છે.+  ૨  હે બેથલેહેમ એફ્રાથાહ,+યહૂદાનાં કુળોમાં* તારી કોઈ વિસાત નથી,પણ હું તારામાંથી એક રાજા ઊભો કરીશ,જે મારા વતી ઇઝરાયેલ પર રાજ કરશે.+ તેની શરૂઆત પ્રાચીન સમયથી, હા, યુગોથી છે.  ૩  પ્રસવપીડાથી તડપતી સ્ત્રી બાળકને જન્મ આપે ત્યાં સુધી,ઈશ્વર પોતાના લોકોને તરછોડી દેશે. પછી એ રાજાના બાકીના ભાઈઓ ઇઝરાયેલીઓ પાસે પાછા ફરશે.  ૪  તે ઊભો થશે અને યહોવાના બળથી,+પોતાના ઈશ્વર યહોવાના મહાન નામથીટોળાની સંભાળ રાખશે અને તેઓ સલામતીમાં રહેશે.+ કેમ કે તેની મહાનતા પૃથ્વીના છેડા સુધી ફેલાશે.+  ૫  તે શાંતિ લાવશે.+ જો આશ્શૂર આપણા દેશ પર ચઢી આવે અને આપણા કિલ્લાઓ તોડી પાડે,+તો આપણે લોકોમાંથી તેની સામે સાત ઘેટાંપાળકો, હા, આઠ અધિકારીઓ* ઊભા કરીશું.  ૬  તેઓ આશ્શૂર દેશ સામે તલવાર ઉગામશે,+તેઓ નિમ્રોદના દેશના+ પ્રવેશદ્વારોએ તલવાર ચલાવશે. જ્યારે આશ્શૂર આપણા દેશ પર ચઢી આવશે અને આપણા વિસ્તારને ખેદાન-મેદાન કરી નાખશે,ત્યારે તે રાજા આપણને આશ્શૂરીઓના હાથમાંથી બચાવશે.+  ૭  યાકૂબના બાકી રહેલા વંશજો ઘણા લોકોમાંયહોવા તરફથી મળતા ઝાકળ જેવા થશે,લીલાં ઘાસ પર પડતા વરસાદ જેવા થશે,જે માણસ પર આધાર રાખતાં નથી,કે મનુષ્યોની રાહ જોતાં નથી.  ૮  યાકૂબના બાકી રહેલા વંશજો ઘણા લોકો અને પ્રજાઓમાંજંગલનાં પ્રાણીઓમાં સિંહ જેવા થશે,ઘેટાનાં ટોળાંમાં જુવાન સિંહ જેવા થશે. તે ટોળા વચ્ચે જઈને તેઓ પર તરાપ મારે છે,અને ફાડીને તેઓના ટુકડે-ટુકડા કરી નાખે છે. તેના મોંમાંથી તેઓને કોઈ બચાવી શકશે નહિ.  ૯  તું તારા દુશ્મનો પર જીત મેળવશે,તારા બધા વેરીઓનો નાશ થશે.” ૧૦  યહોવા કહે છે: “એ દિવસે,હું તારા ઘોડાઓને મારી નાખીશ અને રથોને તોડી નાખીશ. ૧૧  હું તારા દેશનાં શહેરોને બરબાદ કરી નાખીશ,તારા કિલ્લાઓને જમીનદોસ્ત કરી નાખીશ. ૧૨  હું તારાં જાદુટોણાંનો અંત લાવીશ,તારામાંથી જાદુવિદ્યા કરનારને કાઢી મૂકીશ.+ ૧૩  હું તારી કોતરેલી મૂર્તિઓ અને તારા ભક્તિ-સ્તંભોને* ભાંગી નાખીશ. તું તારા હાથે ઘડેલી વસ્તુઓને ફરી ક્યારેય પગે પડીશ નહિ.+ ૧૪  હું તારા ભક્તિ-થાંભલા*+ ઉખેડી નાખીશઅને તારાં શહેરોનો સર્વનાશ કરીશ. ૧૫  હું ખૂબ ક્રોધે ભરાઈને એ પ્રજાઓ પર વેર વાળીશ,જેઓએ મારું સાંભળ્યું નથી.”

ફૂટનોટ

અથવા, “હજારોમાં.”
અથવા, “આગેવાનો.”