યર્મિયા ૯:૧-૨૬
૯ જો મારું માથું પાણીનો કૂવો હોત,મારી આંખો આંસુથી ભરેલો ફુવારો હોત,+તો મારા દેશના માર્યા ગયેલા લોકો માટેમેં રાત-દિવસ આંસુ વહાવ્યાં હોત.
૨ જો મને ખબર હોત કે વેરાન પ્રદેશમાં મુસાફરો માટે ઉતારો ક્યાં છે,તો હું મારા લોકોને છોડીને તેઓથી દૂર જતો રહ્યો હોત!
કેમ કે તેઓ બધા વ્યભિચારી છે,+તેઓ કપટીઓની ટોળી છે.
૩ તેઓ ધનુષ્યની જેમ જીભ વાળે છે અને જૂઠનાં તીર ચલાવવા તૈયાર રહે છે.
આખા દેશમાં જૂઠાણું છે, જરાય વફાદારી નથી.+
“તેઓ એક પછી એક ખરાબ કામ કરે છે,કોઈ મારું સાંભળતું નથી,”+ એવું યહોવા કહે છે.
૪ “તમે પોતાના પડોશીથી ચેતીને રહો,તમે પોતાના ભાઈ પર ભરોસો ન રાખો.
કેમ કે દરેક ભાઈ દગાખોર છે+અને દરેક પડોશી નિંદા કરનાર છે.+
૫ દરેક જણ પોતાના પડોશીને છેતરે છે,કોઈ સાચું બોલતું નથી.
તેઓએ પોતાની જીભને જૂઠું બોલતા શીખવ્યું છે.+
તેઓ થાકી જાય ત્યાં સુધી ખરાબ કામ કરતા રહે છે.
૬ તું કપટથી ઘેરાયેલો છે.
તેઓ જૂઠું બોલે છે અને મને ઓળખવાની ના પાડે છે,” એવું યહોવા કહે છે.
૭ એટલે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“હું તેઓને ઓગાળીને તેઓની પરખ કરીશ,+કેમ કે મારા લોકોની દીકરી સાથે હું બીજું શું કરી શકું?
૮ તેઓની જીભ ઝેરી બાણ જેવી છે, જે કપટથી બોલે છે.
દરેક પોતાના પડોશી જોડે શાંતિથી વાત તો કરે છે,પણ દિલમાં તેને ફસાવવાનું કાવતરું ઘડે છે.”*
૯ યહોવા કહે છે, “શું આ બધા માટે મારે તેઓ પાસે હિસાબ માંગવો ન જોઈએ?
શું આ પ્રજા પાસે બદલો લેવો ન જોઈએ?+
૧૦ હું પર્વતો માટે આંસુ વહાવીશ અને વિલાપ કરીશ,હું વેરાન પ્રદેશનાં ગૌચરો* માટે વિલાપગીત* ગાઈશ,કેમ કે તેઓને બાળીને ખાખ કરવામાં આવ્યાં છે,કોઈ ત્યાંથી પસાર થતું નથી,ઢોરઢાંકનો અવાજ પણ સંભળાતો નથી.
આકાશનાં પક્ષીઓ ઊડી ગયાં છે અને જંગલનાં પ્રાણીઓ નાસી ગયાં છે.+
૧૧ હું યરૂશાલેમને પથ્થરનો ઢગલો+ અને શિયાળોની બખોલ બનાવી દઈશ.+
હું યહૂદાનાં શહેરોને ઉજ્જડ કરી દઈશ, ત્યાં એકેય રહેવાસી વસશે નહિ.+
૧૨ કોણ એટલું બુદ્ધિશાળી છે કે એ વાતો સમજી શકે?
યહોવાએ કોને કહ્યું છે કે તે જઈને એ વાતો જાહેર કરે?
કેમ એ દેશનો નાશ થયો છે?
કેમ એ બળીને વેરાન પ્રદેશ જેવો થઈ ગયો છે કે ત્યાંથી કોઈ પસાર થતું નથી?”
૧૩ યહોવાએ કહ્યું: “કેમ કે મેં આપેલો નિયમ* તેઓએ પાળ્યો નથી, તેઓ એ પ્રમાણે ચાલ્યા નથી અને મારી વાત માની નથી.
૧૪ અડિયલ બનીને તેઓએ પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કર્યું છે.+ તેઓ બઆલની મૂર્તિઓને ભજે છે, જેમ તેઓના પિતાઓએ તેઓને શીખવ્યું હતું.+
૧૫ એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું આ લોકોને કડવો છોડ* ખવડાવીશ અને ઝેરી પાણી પિવડાવીશ.+
૧૬ હું તેઓને એ પ્રજાઓમાં વિખેરી નાખીશ, જેને તેઓ કે તેઓના બાપદાદાઓ જાણતા નથી.+ તેઓનો પૂરેપૂરો નાશ ન કરું ત્યાં સુધી હું તેઓની પાછળ તલવાર મોકલીશ.’+
૧૭ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,‘જે બની રહ્યું છે એનો વિચાર કરો.
વિલાપગીતો* ગાનારી સ્ત્રીઓને ભેગી કરો,+શોક કરવામાં કુશળ સ્ત્રીઓને બોલાવો.
૧૮ તેઓ ઉતાવળે આવે અને આપણા માટે વિલાપ કરે,જેથી આપણી આંખોમાંથી આંસુની નદીઓ વહેઅને આપણી પાંપણો ભીંજાઈ જાય.+
૧૯ સિયોનમાંથી વિલાપનો પોકાર સંભળાય છે:+
“આપણો કેવો વિનાશ થયો છે!
આપણે કેવા શરમમાં મુકાયા છીએ!
આપણે દેશ છોડવો પડ્યો છે, દુશ્મનોએ આપણાં ઘરો જમીનદોસ્ત કર્યાં છે.”+
૨૦ હે સ્ત્રીઓ, યહોવાનો સંદેશો સાંભળો.
તે જે કહે છે એને કાન ધરો.
તમારી દીકરીઓને આ શોકગીત શીખવો,એકબીજાને આ વિલાપગીત* શીખવો.+
૨૧ મરણ આપણી બારીઓમાંથી અંદર ઘૂસી આવ્યું છે,તે આપણા કિલ્લાઓમાં આવી ગયું છે,જેથી શેરીઓમાંથી બાળકોને
અને ચોકમાંથી યુવાનોને ઉપાડી જાય.’+
૨૨ તું કહેજે, ‘યહોવા કહે છે:
“લોકોની લાશો જમીન પર ખાતરની જેમ પડી રહેશે,કાપણી કરનારે કાપેલાં અનાજનાં ડૂંડાંની જેમ એ પડી રહેશે,જેને ઉપાડનાર કોઈ નથી.”’”+
૨૩ યહોવા કહે છે:
“જ્ઞાની માણસ પોતાના જ્ઞાન વિશે,+તાકતવર માણસ પોતાની તાકાત વિશેઅને ધનવાન માણસ પોતાના ધન વિશે અભિમાન ન કરે.”+
૨૪ “પણ જે કોઈ અભિમાન કરે તે આના વિશે અભિમાન કરે કે,તેની પાસે મારું જ્ઞાન છે અને મારા વિશે ઊંડી સમજણ છે,+તે જાણે છે કે હું યહોવા છું,જે આખી પૃથ્વી પર અતૂટ પ્રેમ* રાખે છે, ન્યાય કરે છે અને નેકી બતાવે છે,+કેમ કે એનાથી હું ખુશ થાઉં છું,”+ એવું યહોવા કહે છે.
૨૫ યહોવા કહે છે, “જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું એ લોકો પાસેથી હિસાબ માંગીશ જેઓ સુન્નત કર્યા છતાં બેસુન્નત જેવા છે.+
૨૬ હું ઇજિપ્ત,+ યહૂદા,+ અદોમ,+ આમ્મોનીઓ+ અને મોઆબ+ પાસેથી પણ હિસાબ માંગીશ. વેરાન પ્રદેશમાં રહેનાર એ સર્વ પાસેથી હિસાબ માંગીશ, જેઓની દાઢી બાજુએથી* મૂંડેલી છે.+ કેમ કે એ બધી પ્રજાઓ બેસુન્નત છે અને ઇઝરાયેલના વંશજોનાં હૃદયો બેસુન્નત છે.”+
ફૂટનોટ
^ મૂળ, “પણ અંદર તે ટાંપીને બેસી રહે છે.”
^ અથવા, “શોકગીત.”
^ અથવા, “ચરાવવાની જગ્યા.”
^ અથવા, “સૂચન.”
^ અથવા, “શોકગીતો.”
^ અથવા, “શોકગીત.”
^ અથવા, “દાઢીની કલમ; થોભિયા.”