અભ્યાસ માટે વિષય
લોકોનું દબાણ હોય તોપણ હિંમત બતાવીએ
યર્મિયા ૩૮:૧-૧૩ વાંચો અને જાણો કે પ્રબોધક યર્મિયા અને દરબારી એબેદ-મેલેખે કઈ રીતે હિંમત બતાવી.
આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. યહોવાનો સંદેશો જણાવવા યર્મિયાએ કઈ રીતે હિંમત બતાવી? (યર્મિ. ૨૭:૧૨-૧૪; ૨૮:૧૫-૧૭; ૩૭:૬-૧૦) એ સાંભળીને લોકોએ શું કર્યું?—યર્મિ. ૩૭:૧૫, ૧૬.
બનાવમાં ઊંડા ઊતરો. યર્મિયાએ કયા દબાણનો સામનો કરવો પડ્યો? (jr-E ૨૬-૨૭ ¶૨૦-૨૨) જાણો કે બાઇબલ સમયમાં ટાંકા શાના માટે વપરાતા હતા અને એ કેવા દેખાતા હતા. (it-1-E ૪૭૧) કાદવવાળા ટાંકામાં યર્મિયા પર શું વીત્યું હશે? એબેદ-મેલેખને શાનો ડર લાગ્યો હશે?—w૦૭ ૨/૧ ૨૩ ¶૬.
તમે શું શીખ્યા એનો વિચાર કરો. પોતાને પૂછો:
-
‘યહોવા પોતાના વફાદાર ભક્તોનું જે રીતે રક્ષણ કરે છે, એ વિશે આ અહેવાલમાંથી મને શું શીખવા મળે છે?’ (ગીત. ૯૭:૧૦; યર્મિ. ૩૯:૧૫-૧૮)
-
‘મારે કયા સંજોગોમાં હિંમત બતાવવી પડશે?’
-
‘લોકોનું દબાણ હોય તોપણ, જે ખરું છે એ કરવા હું કઈ રીતે મારી હિંમત વધારી શકું?’ (w૧૧-E ૩/૧ ૩૦) a
a અભ્યાસ માટે વિષય પર વધારે માહિતી મેળવવા જુલાઈ ૨૦૨૩ ચોકીબુરજના અંકમાં આપેલો આ લેખ જુઓ: “અભ્યાસ માટે સૂચન.”