સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર કેમ અમુક પ્રાર્થના નથી સાંભળતા?

ઈશ્વર કેમ અમુક પ્રાર્થના નથી સાંભળતા?

સાચા દિલથી કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. પણ તે અમુક પ્રાર્થનાનો જવાબ નથી આપતા. શા માટે? કારણ કે ઈશ્વરને અમુક બાબતો પસંદ નથી. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ચાલો જોઈએ કે પવિત્ર શાસ્ત્ર એ વિશે શું જણાવે છે.

‘પ્રાર્થના કરતી વખતે એકની એક વાતનું રટણ ન કરો.’—માથ્થી ૬:૭.

જો તમારો કોઈ દોસ્ત એકની એક વાત તમારી આગળ કહ્યા કરે તો તમને કેવું લાગશે? એ સાંભળીને તમે કંટાળી જશો, ખરું ને? એ જ રીતે આપણે કોઈ ચોપડીમાંથી વાંચીને પ્રાર્થના કરીએ કે પછી એકની એક પ્રાર્થના વારંવાર કરીએ તો ભગવાનને નથી ગમતું. સારા દોસ્તો એકબીજાને પોતાના દિલની બધી જ વાતો જણાવે છે. એવી જ રીતે યહોવા ચાહે છે કે આપણે તેમના દોસ્ત બનીએ અને આપણું દિલ તેમની આગળ ઠાલવી દઈએ.

“જ્યારે તમે માંગો છો ત્યારે તમને મળતું નથી, કેમ કે તમે ખોટા ઇરાદાથી માંગો છો.”—યાકૂબ ૪:૩.

આપણે પ્રાર્થનામાં ખોટી બાબતો માંગીશું તો, ઈશ્વર આપણી પ્રાર્થના નહિ સાંભળે. ચાલો એક દાખલો લઈએ. એક જુગારી પ્રાર્થના કરે છે કે તેને લોટરી લાગી જાય. હવે વિચારો, શું ઈશ્વર તેની પ્રાર્થના સાંભળશે? ના! પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરે સાફ સાફ જણાવ્યું છે કે તે લાલચુ લોકોને નફરત કરે છે. તે એમ પણ જણાવે છે નસીબ કે કિસ્મત જેવું કંઈ હોતું નથી. (યશાયા ૬૫:૧૧; લુક ૧૨:૧૫) એટલે, યહોવા ઈશ્વર એવી પ્રાર્થનાનો જવાબ આપશે એની આશા પણ ન રાખીએ. આપણે ચાહતા હોઈએ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે તો શું કરવું જોઈએ? તેમની નજરે યોગ્ય હોય એવી બાબતો માટે પ્રાર્થના કરીએ. એ વિશે બાઇબલમાં જણાવ્યું છે.

‘જે માણસ નિયમ પાળતો નથી, તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે.’—નીતિવચનો ૨૮:૯.

બાઇબલ સમયમાં જેઓ ઈશ્વરનું કહ્યું ન માનતા, તેઓની પ્રાર્થના ઈશ્વર ન સાંભળતા. (યશાયા ૧:૧૫, ૧૬) તે આજે પણ એવા લોકોની પ્રાર્થના સાંભળતા નથી. (માલાખી ૩:૬) જો આપણે ચાહતા હોઈએ કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે, તો હંમેશાં તેમના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ. આપણાથી ભૂલો થઈ ગઈ હોય તો શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે? હા! જરૂર સાંભળશે. પણ એ માટે જરૂરી છે કે આપણે તેમની માફી માંગીએ અને તેમના માર્ગે ચાલીએ.—પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯.