સજાગ બનો! નં. ૧ ૨૦૨૪ | તમે કઈ રીતે આદર-માન બતાવી શકો?
આજે મોટા ભાગના લોકો બીજાઓને માન આપતા નથી. એટલે જ્યારે તેઓ કોઈ બીજાને માન આપતા જુએ છે, ત્યારે તેઓને નવાઈ લાગે છે. પછી તેઓ વિચારે છે કે “આને શું થયું!”
દાખલા તરીકે, આજે ઘણા બધા લોકો વૃદ્ધોને માન નથી આપતા. અરે! પોતાના માતા-પિતાને પણ માન આપતા નથી. એટલું જ નહિ, પોલીસ, સાથે કામ કરતા લોકો, શિક્ષકો અને અધિકારીઓને પણ માન આપતા નથી. સોશિયલ મીડિયાની તો વાત જ કરાય એવી નથી! બીજાઓની વિરુદ્ધ તેઓના મનમાં જે આવે એ લખી કાઢે છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ મેગેઝિનના એક લેખમાં જણાવ્યું છે: ‘એ વાત સાચી છે કે આજે લોકોના દિલમાં એકબીજા માટે આદર ઓછો થઈ ગયો છે અને લોકો એ વાતનો સ્વીકાર પણ કરે છે.’
બીજાઓને આદર આપીએ
ચાલો જોઈએ કે બીજાઓને માન આપવું શા માટે જરૂરી છે અને તમે એ કેવી રીતે કરી શકો.
જીવનને આદર આપીએ
તમે કઈ રીતે પોતાના અને બીજાઓના જીવન માટે કદર બતાવી શકો એ માટે બાઇબલમાં આપેલી અમુક સલાહ જોઈએ.
કુટુંબમાં એકબીજાને આદર આપીએ
જો કુટુંબના દરેક સભ્ય એકબીજાનો આદર કરે, તો દરેક કુટુંબ ખુશ રહી શકે છે.
પોતાને માન આપીએ
બાઇબલની મદદથી તેઓ પોતાનું જીવન સુધારી શકે છે અને પોતાને માનની નજરે જોઈ શકે છે.
તમે કઈ રીતે આદર-માન બતાવી શકો?
આદર અને માન વિશેના લેખો વાંચો. એ પણ જાણો કે આખી દુનિયામાં યહોવાના સાક્ષીઓ કઈ રીતે બીજાઓને ઉત્તેજન આપી રહ્યા છે કે તેઓ એકબીજાને આદર આપે.