સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું વિજ્ઞાને સાબિત કર્યું છે કે ઈશ્વર નથી?

શું વિજ્ઞાને સાબિત કર્યું છે કે ઈશ્વર નથી?

શું વિજ્ઞાને સાબિત કર્યું છે કે ઈશ્વર નથી?

બ્રિટીશ ફિલોસોફર એન્ટની ફ્લુ ૫૦ વર્ષથી નાસ્તિકોમાં ઘણો જાણીતો હતો. ૧૯૫૦માં તેણે ઈશ્વર નથી એવી દલીલો કરતું થીઓલોજી ઍન્ડ ફ્લોસીફીકેશન નામનું સાહિત્ય બહાર પાડ્યું. ‘એ ૨૦મી સદીનું સૌથી વધુ વખત અને વારંવાર છપાયેલું સાહિત્ય હતું.’ ૧૯૮૬માં ‘ઈશ્વર છે એ માન્યતાનો વિરોધ કરવામાં ફ્લુ આગળ પડતો હતો.’ પણ ૨૦૦૪માં તેણે જણાવ્યું કે તે હવે એવું માનતો નથી, એ સાંભળીને ઘણા ચોંકી ગયા.

તેણે શાને લીધે પોતાના વિચારો બદલ્યા? એક શબ્દમાં કહીએ તો, વિજ્ઞાન. તેને પાકી ખાતરી થઈ કે બ્રહ્માંડ, કુદરતી નિયમો, અને જીવન પોતાની મેળે આવી જ ન શકે. શું તેનો નિર્ણય વાજબી છે?

કુદરતી નિયમો કેવી રીતે આવ્યા?

પૉલ ડેવિશ ભૌતિક શાસ્ત્રનો વિદ્વાન છે અને તેણે ઘણા પુસ્તકો લખ્યા છે. તેણે કહ્યું કે કુદરતી ઘટનાઓ વિષે વિજ્ઞાન સરસ રીતે સમજાવે છે. જેમ કે, જળચક્ર. પણ તે કહે છે: ‘કુદરતી નિયમો કેમ અસ્તિત્વમાં છે એવા સવાલો ઊભા થાય ત્યારે, વિજ્ઞાન સ્પષ્ટ રીતે સમજાવી નથી શકતું. વૈજ્ઞાનિક શોધખોળથી પણ આવા સવાલોના જવાબ મળતા નથી. મનુષ્યની શરૂઆતથી આજ સુધી ઘણા એવા મોટા સવાલો છે જે આપણને સતાવે છે.’

૨૦૦૭માં ફ્લુએ લખ્યું કે ‘એટલું જ નથી કે કુદરતી નિયમો ક્રમ પ્રમાણે થાય છે. પણ એ ગણિતની દૃષ્ટિએ કોઈ પણ અપવાદ વગર ચોક્કસ રીતે સાબિત થએલા છે. “એ બધું એકબીજા સાથે ગુંથાયેલું છે.” આઈન્સ્ટાઈન એવું કહેતો કે “કુદરતી નિયમો પાછળ બુદ્ધિશાળી શક્તિ છે.” સવાલ એ થાય છે કે કુદરતમાં આ બધી ગોઠવણો કઈ રીતે થઈ? ન્યુટન, આઈનસ્ટાઈન, હેસનબર્ગ અને બીજા વૈજ્ઞાનિકોએ પણ એ જ સવાલ દોહરાવ્યો હતો. તેઓએ એનો જવાબ શોધી કાઢ્યો. એ જવાબ હતો, ઈશ્વરની બુદ્ધિ.’

સાચે જ, ઘણા માનીતા વૈજ્ઞાનિકો કહે છે કે વિજ્ઞાનની દૃષ્ટિએ ઈશ્વરમાં માનવું કંઈ ખોટું નથી. જો એમ કહીએ કે વિશ્વ, એના કુદરતી નિયમો અને જીવન પોતાની મેળે જ આવ્યું તો, એ વાજબી ન કહેવાય. દરરોજ આપણે ચીજવસ્તુઓ જોઈએ છીએ જેની રચના હોય છે. અરે, ઘણી રચનાઓ તો જટિલ હોય છે. એ જ પુરાવો આપે છે કે એના રચનાર છે.

તમે કોનું માનશો?

ખરું કે નવા નાસ્તિકો વિજ્ઞાનનો વાવટો લઈને ફરે છે. તોપણ નાસ્તિકવાદ કે આસ્તિકવાદ એ સોએ સો ટકા વિજ્ઞાન પર આધારિત નથી. એ બંને વિશ્વાસ પર આધારિત છે. નાસ્તિકવાદ પ્રમાણે બધી જ વસ્તુઓ કારણ વગર પોતાની મેળે આવી ગઈ છે. જ્યારે કે આસ્તિકવાદ પ્રમાણે બધી જ વસ્તુઓની ઉત્પત્તિ પાછળ બુદ્ધિશાળી શક્તિ છે. નવા નાસ્તિકવાદ મુજબ “સર્વ ધર્મ અંધશ્રદ્ધા પર ચાલે છે,” એવું જોન લેનોક્સે કહ્યું. તે ઇંગ્લૅંડમાં આવેલી ઑક્ષફર્ડ યુનિવર્સિટીમાં ગણિતનો પ્રોફેસર છે. તે કહે છે: “નવા નાસ્તિકોને આપણે જોરશોરથી જણાવવાની જરૂર છે કે તેઓ તદ્દન ખોટા છે.” હવે આ સવાલ ઊભો થાય છે: ધર્મ અને નાસ્તિકવાદની કસોટી થાય તો કોણ સાચું ઠરશે? એ માટે ચાલો આપણે વિચારીએ કે જીવનની શરૂઆત કઈ રીતે થઈ.

ઉત્ક્રાંતિમાં માનનારાઓ પણ સ્વીકારે છે કે જીવનની શરૂઆત વિષે આપણે સમજી નથી શકતા. જોકે એના વિષે અનેક મત છે. આગળ પડતો નાસ્તિક રીચર્ડ ડૉકિન્સ માને છે કે આટલા મોટા વિશ્વમાં અનેક ગ્રહો છે, એમાંથી ક્યાંક ને ક્યાંક તો જીવનની શરૂઆત થવાની જ હતી. પણ ઘણા માનીતા વૈજ્ઞાનિકો એ વાત વિષે ચોક્કસ નથી. કેમ્બ્રિજના પ્રોફેસર જોન બૅરો કહે છે કે ‘ઉત્ક્રાંતિની માન્યતા પ્રમાણે જીવન અને મગજ ધીમે ધીમે વિકસ્યા છે એ વાત ગળે ઊતરતી જ નથી. જટિલ અને કપરાં વાતાવરણને લીધે જીવનનો વિકાસ થાય જ નહિ એના અનેક કારણો છે. છતાં પણ એમાં માનીએ તો, એ એવી મૂર્ખામી છે કે જાણે પૂરતો કાર્બન, પૂરતો સમય અને જીવન હાજર થઈ ગયું.’

એ પણ યાદ રાખીએ કે અમુક તત્વોનું મિશ્રણ કરવાથી જીવન આવતું નથી. પણ જીવન તો જટિલ માહિતીને આધારે આવે છે, જે ડી.એન.એ.માં સમાયેલી હોય છે. તેથી જીવનની શરૂઆત વિષે વાત આવે છે ત્યારે એમાં બાયોલોજીકલ માહિતીનો પણ સમાવેશ થાય છે. એ બધી માહિતી ક્યાંથી આવે છે? સાદા શબ્દોમાં કહીએ તો, બુદ્ધિ. શું એવું કદી બની શકે કે આકસ્મિક રીતે કૉમ્પ્યુટરનો પ્રોગ્રામ બની જાય, મીઠાઈ બનાવવાની રીત કે વિશ્વજ્ઞાનકોશ લખાઈ જાય? એવું તો કદી જ ન બને. વ્યવસ્થા અને ચોકસાઈની વાત આવે છે ત્યારે, ડી.એન.એ.માંની માહિતીની તોલે એ બધી માહિતી કંઈ જ નથી.

બધું જ આપમેળે આવી ગયું એ વૈજ્ઞાનિક રીતે ખરું છે?

પૉલ ડેવિસ નાસ્તિકોને કહેતા ટાંકે છે, “બ્રહ્માંડ તો હતું જ, એમાં અણધારી રીતે જીવન ઉદ્‍ભવ્યું. એવું ન થયું હોત તો, એ વિષે વાત કરવા આજે આપણે હોત જ નહિ. વિશ્વની વસ્તુઓ એકબીજા પર આધારિત હોય કે ન હોય, પણ એની કોઈ ડિઝાઈન નથી, એનો કોઈ મકસદ પણ નથી, આપણે સમજી શકીએ એવો અર્થ નથી.” વધુમાં ડેવિસ કહે છે, ‘એવું માનવાથી નાસ્તિકો છટકબારી તૈયાર રાખે છે.’

માઇકલ ડેન્ટન જીવવૈજ્ઞાનિક છે. તેણે પોતાના પુસ્તક ઇવોલ્યુશન: અ થીયરી ઇન ક્રાઇસિસમાં આમ લખ્યું કે ઉત્ક્રાંતિની માન્યતા ‘મધ્ય યુગમાં તારાઓ પરથી ભવિષ્યવાણી કરતા હતા એના જેવી છે, જે વિજ્ઞાન પર જરાય આધારિત નથી.’ તેમણે એ પણ જણાવ્યું કે ડાર્વિનની ઉત્ક્રાંતિ થીયરી આપણા સમયની સૌથી મોટી દંતકથા છે.

બધી જ વસ્તુઓ અચાનક આપમેળે આવી જાય એવો દાવો કરવો દિવાસ્વપ્ન જેવું છે. એક દાખલો લઈએ. પુરાતત્ત્વશાસ્ત્રીને લગભગ ચોરસ પથ્થર મળે છે. એ પથ્થરનો આકાર આપમેળે આવ્યો છે એવું તે માને છે. પછીથી તેને બીજો પથ્થર મળે છે જે મનુષ્યની મૂર્તિ છે. એના પરથી શું તે એવું માનશે કે એ આપમેળે આવી ગઈ છે? ના જરાય નહિ. તેનું મગજ પોકારે છે કે, ‘કોઈકે એ બનાવી છે.’ બાઇબલ પણ જણાવે છે: ‘દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સરજનહાર તો ઈશ્વર છે.’ (હેબ્રી ૩:૪) શું તમે એ વિચાર સાથે સહમત છો?

આગળ જોઈ ગયા એ જોન લેનોક્સ કહે છે, “બ્રહ્માંડ વિષે આપણે જેટલું વધારે શીખીએ એટલું આપણા માનવામાં આવે છે કે ઈશ્વર એના સર્જનહાર છે. તેમણે એક હેતુથી વિશ્વ રચ્યું છે. તે જ સૌથી સારી રીતે સમજાવી શકે કે માણસોને કેમ બનાવ્યા છે.”

દુઃખની વાત છે કે ઈશ્વરના નામે દુષ્ટતા ફેલાયેલી હોવાથી લોકોની શ્રદ્ધા ડગમગી ગઈ છે. લોકો તેમને દોષિત ઠરાવે છે. એ કારણે ઘણા માને છે કે ધર્મ જ ન હોય તો, લડાઈ-ઝઘડા પણ ન હોય. તમને શું લાગે છે? (g10-E 11)