સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મેં કેમ એવું કહ્યું?

મેં કેમ એવું કહ્યું?

યુવાનો પૂછે છે

મેં કેમ એવું કહ્યું?

આ લેખ તમને સમજવા મદદ કરશે

કેમ એવું થાય છે

શું કરશો ભૂલ થાય ત્યારે

કઈ રીતે જીભ પર કાબૂ રાખશો

“મોટે ભાગે હું સમજી-વિચારીને બોલું છું. તોપણ કોઈ વાર ન બોલવાનું બોલાઈ જાય છે. પછી મને ખૂબ શરમ આવે છે!”ચાસ

“અમુક વાર બીજાઓ મારી જેમ વિચારતા હોય પણ બોલતા નથી. જ્યારે કે હું જે વિચારું એ બોલી નાખું છું. પછી ખ્યાલ આવે કે એમ નહોતું બોલવું જોઈતું!”ઍલી

કેમ એવું થાય છે

બાઇબલની સલાહ: “જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે.” (યાકૂબ ૩:૨) એનો શું અર્થ થાય? એ જ કે જીભને પૂરી રીતે અંકુશમાં રાખી શકે એવું કોઈ નથી. મોટા ભાગે આપણા બધા સાથે પણ આરુષીની * જેમ થયું હોઈ શકે. તે જાણે છે કે અમુક બાબતો વિષે તેણે વાત ન કરવી જોઈએ. તોય તેનાથી ન બોલવાનું બોલાઈ જાય છે.

સાચો બનાવ: “અમુક કપડાં મને ગમતા ન હોવાથી કાઢી નાખતી હતી. પણ મારી બહેનપણીને એમાંના અમુક ગમતા હતા. વિચાર્યા વગર મેં કહ્યું કે ‘તને આવશે નહિ.’ તેણે કહ્યું, ‘શું? હું જાડી થઈ ગઈ છું?’”—કોરીન.

તમારાથી કોઈ વાર ન બોલવાનું કેમ બોલાઈ જાય એ પારખવાનો પ્રયત્ન કરો.

● પોતાની નબળાઈ પારખો.

___ ગુસ્સાથી બોલી નાખું છું

___ વિચાર્યા વગર બોલું છું

___ સાંભળ્યા વગર બોલું છું

___ બીજું કોઈ કારણ ___

દાખલો લઈએ: “હું ઘણી વાર વધારે પડતી મજાક કરું છું. એટલે અમુક વાર હું કંઈ કહું એને લોકો ઊંધી રીતે લઈ લે છે.”—એલેક્સીસ.

● કોની સાથે ન બોલવાનું બોલાઈ જાય એનો વિચાર કરો.

___ માબાપ

___ ભાઈ-બહેન

___ મિત્ર

___ બીજું કોઈ ___

દાખલો લઈએ: “દુઃખની વાત છે કે જેઓને હું ખૂબ ચાહું છું, તેઓને ખોટું લગાડી બેસું છું. તેઓ સાથે વાત કરતા અચકાતી નથી એટલે વિચાર્યા વગર કંઈ પણ બોલી જાઉં છું.”—૨૦ વર્ષની ક્રિસ્ટીન.

શું કરશો ભૂલ થાય ત્યારે

બાઇબલની સલાહ: ‘શાંતિ જાળવવામાં લાગુ રહીએ.’ (રોમનો ૧૪:૧૯) એમ કરવાની એક રીત છે, માફી માંગવી.

સાચો બનાવ: “હું દસ મહિનાની હતી ત્યારે મારી મમ્મી ગુજરી ગઈ. મારા પપ્પાને મારી કંઈ પડી ન હતી. એટલે મારા માસા-માસીએ મને ઉછેરી. હું દસ કે અગિયાર વર્ષની હતી ત્યારે એક દિવસે મને મમ્મીની ખોટ સાલતી હતી અને ગુસ્સો પણ આવતો હતો. એનો કોઈને પણ દોષ આપવા તૈયાર હતી. એવામાં મારી માસીએ મને મદદ કરવાનું કહ્યું ત્યારે હું બબડવા લાગી. છેવટે ન બોલવાનું બોલી ગઈ: ‘હું તને નફરત કરું છું.’ ‘તું મારી મા નથી.’ એ સાંભળીને માસી ચોંકી ગયા. તે બીજા રૂમમાં જઈને દરવાજો બંધ કરીને રડવા લાગ્યા, એ મને સંભળાતું હતું. પછી મને બહુ દુઃખ થયું. માસીએ મારી સંભાળ રાખવામાં કોઈ કચાશ રાખી ન હતી. તોપણ મેં તેમને જેમતેમ બોલીને સાવ ઉતારી નાખ્યા. પછી માસાએ જે બન્યું એ વિષે મારી સાથે વાત કરી અને જીભ પર કાબૂ રાખવા પ્રેમથી બાઇબલની અમુક કડી બતાવી. મને અહેસાસ થયો કે મેં ભૂલ કરી હતી. એટલે પછી મેં માસી પાસે દિલથી માફી માંગી.”૧૬ વર્ષની કેરન.

માફી માંગવી કેમ અઘરું હોઈ શકે એનું એક કારણ નીચે લખો.

___

માફી માંગવાથી તમારું દિલ કેમ હળવું થઈ શકે?

___

મદદ માટે: નીતિવચનો ૧૧:૨ અને માત્થી ૫:૨૩, ૨૪માંથી મળતા સિદ્ધાંતનો વિચાર કરો.

ખરું કે સમજી-વિચારીને બોલીશું અને વર્તીશું તો માફી માંગવી નહિ પડે. એ કઈ રીતે કરી શકીએ?

કઈ રીતે જીભ પર કાબૂ રાખશો

બાઇબલની સલાહ: “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.” (યાકૂબ ૧:૧૯) એ સલાહ જીવનમાં લાગુ પાડવા અહીં અમુક સૂચનો છે.

નીચેની કલમો વાંચો અને જુઓ કે એ શાની સાથે જાય છે.

નીતિવચનો ૧૨:૧૬

નીતિવચનો ૧૭:૧૪

નીતિવચનો ૨૬:૨૦

સભાશિક્ષક ૭:૯

ફિલિપી ૨:૩

“તમને જલદીથી ખોટું ન લાગે માટે પોતાને વધારે મહત્ત્વ આપશો નહિ.”—દિપાલી.

“મારો ગુસ્સો ઠંડો પડે માટે થોડી વાર બહાર ચાલવા જઉં છું, એનાથી મને વિચારવાનો મોકો મળે છે.”—બિજલ.

“હું નાની હતી ત્યારે એમ વિચારતી કે દરેક બાબતમાં ઝગડવું જોઈએ. પણ હવે હું શીખી છું કે જતું કરવામાં જ ભલું છે.”—સિલયા.

“કોઈ ગુસ્સાથી બોલતું હોય અને તમે શાંત રહો તો, વ્યક્તિ ધીરે ધીરે ઠંડી પડી જશે. એટલે ધીરજ રાખો અને બળતામાં ઘી ન રેડો.”—કાવ્યા.

“અમુક વાર કોઈના પર ગુસ્સો આવે ત્યારે એવું થાય કે તેને બધું સંભળાવી દઉં. પણ રાહ જોવાથી મને ખ્યાલ આવે છે કે ન બોલવામાં નવ ગુણ. હું શીખ્યો કે કોઈ કંઈ કહે એટલે તરત જ સામે બોલવું ન જોઈએ.”—ચાર્લ્સ.

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ]

^ આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

[પાન ૧૮ પર બોક્સ/ચિત્રો]

ઍલી—બોલતા પહેલાં હું આમ વિચારું છું: ‘હું જે કહીશ એનાથી પરિસ્થિતિ સુધરશે કે કેમ? એની વ્યક્તિ પર કેવી અસર પડશે?’ તમે જે કહેવાના છો એ વિષે મન ડગમગતું હોય તો, ન કહેવામાં નવ ગુણ.

ચાસ—હું બોલતા પહેલા વિચારું છું કે એની બીજાઓ પર કેવી અસર પડશે. મને લાગે છે કે હું મોટો થાઉં છું તેમ જીભ અંકુશમાં રાખી શકું છું. અનુભવથી ઘણું જ શીખવા મળે છે.

[પાન ૧૯ પર બોક્સ]

તમારા માબાપને પૂછો

ઈશ્વરભક્ત યાકૂબે કહ્યું તેમ, આપણે જાણીએ છીએ કે ‘સઘળા ભૂલો કરે છે.’ તમારા મમ્મી-પપ્પાને પૂછો કે જીભ કાબૂમાં રાખવી તેઓ માટે સહેલું હતું કે કેમ.—યાકૂબ ૩:૨.

[પાન ૧૮ પર ચિત્ર]

“ટ્યુબમાંથી એકવાર ટુથપેસ્ટ નીકળી જાય પછી પાછી અંદર નાખી શકતા નથી. એવું જ બોલવા વિષે પણ છે. ન બોલવાનું બોલાઈ જાય પછી એ શબ્દો પાછા ખેંચી શકાતા નથી.”—જેમ્સ.

(g12-E 01)