સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું કઈ રીતે બાઇબલ સ્ટડીનો આનંદ માણી શકું?

હું કઈ રીતે બાઇબલ સ્ટડીનો આનંદ માણી શકું?

યુવાનો પૂછે છે

હું કઈ રીતે બાઇબલ સ્ટડીનો આનંદ માણી શકું?

કેમ બાઇબલ સ્ટડી કરવી જોઈએ? જરા આનો વિચાર કરો:

આજે દુનિયામાં બાઇબલનું સૌથી વધારે વેચાણ થાય છે. બાઇબલ દાટેલા ખજાના જેવું છે. એ વાંચવાથી તમને આ રીતે લાભ થશે:

● જીવવાની મઝા માણી શકીશું

● ઇતિહાસમાં શું બની ગયું અને ભાવિમાં શું બનશે, એ બાઇબલ સિવાય જાણી ન શકાય

● ખુદને ઓળખીશું અને સારા વ્યક્તિ બની શકીશું *

કદાચ બાઇબલનો અભ્યાસ કરવો કે વાંચવું અઘરું લાગે પણ એમ કરવાથી ખૂબ લાભ થાય છે. ઘણા યુવાનો કઈ રીતે બાઇબલ વાંચે છે એ જાણવું તમને જરૂર ગમશે. પછીના પાના કાપો અને વાળી લો. આ ચાર પાના તમને એ જોવા મદદ કરશે કે બીજા યુવાનો કઈ રીતે નડતરો દૂર કરીને બાઇબલ વાંચવા સમય કાઢે છે. એનાથી તેઓને ખૂબ લાભ થાય છે.

“બધાને રસ પડે એવું બાઇબલમાં ઘણું છે. એમાંથી શીખતા રહીએ તોપણ કદી બધું જ શીખી શકીશું નહિ.”—મેઘના. * (g12-E 02)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ બાઇબલ તમને કઈ રીતે મદદ કરી શકે એ વિષે વધુ જાણવા યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરો. અથવા આ મૅગેઝિનના પાંચમા પાન પર આપેલા યોગ્ય સરનામે લખો.

^ આ લેખમાં અમુક નામ બદલવામાં આવ્યા છે.

[પાન ૧૩ પર બોક્સ/ચિત્ર]

બાઇબલ સ્ટડી કરવાની રીત

નડતર: સ્ટડી કરવાનું મન ન હોય

“બેસીને એક કલાક બાઇબલનો અભ્યાસ કરવો મારી માટે સહેલું નથી.”—લીના.

તમારે શું કરવું જોઈએ: લાભ જુઓ

બાઇબલમાંથી અભ્યાસ કરવાનો આનંદ માણવા તમારે એ જાણવાની જરૂર છે કે એનાથી શું લાભ થશે? શું તમને ઈશ્વર સાથે નાતો બાંધવાનું ગમશે? દુનિયામાં જે બની રહ્યું છે એનું કારણ જાણવું ગમશે? પોતાનો સ્વભાવ વધારે સારો થાય એવું ગમશે? બાઇબલ તમને એમ કરવા અને એથી પણ વધારે કરવા જરૂર મદદ કરશે!

“કોઈ કામ કરતા હોઈએ કે સ્કૂલમાં ભણતા હોય એમ વિચારીને બાઇબલની સ્ટડી કરવી ન જોઈએ. પણ એ વિચારીને કરવી જોઈએ કે તમે સૌથી મહાન વ્યક્તિ, યહોવા ઈશ્વર સાથે સંબંધ બાંધી રહ્યા છો.”—બીના.

“બાઇબલનો અભ્યાસ કરતી વખતે તમે યહોવા સાથે સમય વિતાવો છો. એ સમજવા દાખલો લઈએ. જો તમે મમ્મી-પપ્પાની હાજરીમાં જ તેમના મિત્ર સાથે સમય ગાળો, તો તે કોના મિત્ર કહેવાશે—તમારા કે મમ્મી-પપ્પાના? એવી જ રીતે, જો તમે જાતે બાઇબલનો અભ્યાસ કરશો તો યહોવા તમારા મિત્ર થશે.”—બિયંકા.

યાદ રાખો: ‘પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. એ આપણને સત્ય શીખવા, ખોટે માર્ગે જતા અટકાવવા, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવા માટે ઉપયોગી છે.’ (૨ તીમોથી ૩:૧૬, IBSI) બાઇબલ તમને પણ એ બધી બાબતમાં મદદ કરી શકે.

“બાઇબલનો અભ્યાસ કરવાથી મને શું લાભ થશે એનો હું વિચાર કરું છું. કોઈ બાબતોમાં સુધારો કરવાની જરૂર જણાય તો, કઈ રીતે કરવો એ હું અભ્યાસ વખતે વિચારું છું.”—મૅક્સ.

આનો વિચાર કરો:

શાનાથી તમને બાઇબલ સ્ટડી કરવાનું મન થશે?

નડતર: કંટાળો આવે

“૧૦ મિનિટ સ્ટડી કર્યા પછી મને થાક લાગવા માંડે; ૨૦ મિનિટ પછી મને બીજું કંઈ કરવાનું મન થાય; ૩૦ મિનિટ પછી સાવ કંટાળી જઉં!”—એલીસન.

તમારે શું કરવું જોઈએ: નવી રીતો અપનાવો

તમે ગમે એ માહોલમાં કે જે કોઈ રીતે સ્ટડી કરતા હોય પણ એને મજેદાર બનાવો.

“મનમાં થયેલા સવાલોનું પૂરતું સંશોધન કરો. એમ કરવાથી તમને દિલમાં સંતોષ થશે અને આનંદ મળશે.”—રીતેશ.

“કોઈ બનાવ વિષે વાંચતા હોવ તો કલ્પના કરો કે તમે એમાં મુખ્ય પાત્ર છો. અથવા તમે નરી આંખે એ બનાવ જોઈ રહ્યાં છો.”—સ્ટીવન.

“સ્ટડી કરવાની મઝા આવે એવું કરો. જેમ કે, શાંત જગ્યાએ જ્યુસ લઈને બેસો. મને સ્ટડી કરતી વખતે નાસ્તો ખાવાનું ગમે. એવું કોને ન ગમે?”—અદિતિ.

યાદ રાખો: આપણે જેને કંટાળો કહીએ છીએ એ હકીકતમાં કંટાળો નથી. ‘અભ્યાસ કરવાથી કંટાળો આવે છે’ એમ ન કહો પણ એવું કહો કે ‘હું એને કંટાળારૂપ બનાવું છું.’ અભ્યાસને તમે કેવો ગણો છો એ તમારા પર આધારિત છે. અભ્યાસને તમે આનંદી ગણશો તો કંટાળા પર જીત મેળવવા હિંમત મળશે.—નીતિવચનો ૨:૧૦, ૧૧.

“બાઇબલનો અભ્યાસ કરવો કંટાળો આવે એવો નથી. તમે એને જેવો બનાવશો એવો બનશે.”—વનેશા.

આનો વિચાર કરો:

અભ્યાસમાં મઝા આવે એ માટે તમે શું કરી શકો?

નડતર: સમય નથી

“બાઇબલ સ્ટડી કરવી મને ખૂબ ગમે છે. પણ કામ બહુ હોવાથી બેસીને વાંચવા માટે સમય કાઢવો અઘરું પડે છે.”—મારીયા.

તમારે શું કરવું જોઈએ: મહત્ત્વનું કામ પહેલા કરો

આપણે મોટા થઈએ તેમ ‘જે શ્રેષ્ઠ છે તે પારખીએ.’ એને જીવનમાં પ્રથમ સ્થાને મૂકીએ.—ફિલિપી ૧:૧૦.

“મમ્મીએ મને સમજવા મદદ કરી કે વધારે સમય મળશે એવું કદી નહિ બને. તારે જ સમય કાઢવો પડશે. મેં દિલમાં નક્કી કર્યું કે મારે બાઇબલનો અભ્યાસ કરવો છે, એટલે એના માટે હું સમય કાઢું છું.”—નતાન્યા.

“હું મોટી થઈ તેમ શીખી કે સ્ટડી કરવા માટે મારે શેડ્યુલ બનાવવું જ જોઈએ. પછી ભલે બીજું કંઈ વચ્ચે આવી જાય તોપણ હું શેડ્યુલ પ્રમાણે અભ્યાસ કરું છું.”—પાયલ.

“મનોરંજન કરતા પહેલાં તમે સ્ટડી કરશો તો, ખૂબ મઝા આવશે. પછી મનોરંજનમાં ભાગ લેશો તો તમારું મન ડંખશે નહિ.”—ડાયના.

યાદ રાખો: તમારા માટે જે મહત્ત્વનું હોય એ પહેલા કરશો, તો ઓછા સમયમાં ઘણું કરી શકશો. એટલે અભ્યાસ માટે સમય ગોઠવશો તો એનાથી તમને જ લાભ થશે.—એફેસી ૫:૧૫, ૧૬.

“હું હાઈસ્કૂલમાં ભણું છું. સાવધ ન રહું તો મારું ધ્યાન સહેલાઈથી બીજી બાબતોમાં ફંટાઈ જઈ શકે. બાઇબલનો અભ્યાસ મારી માટે સૌથી મહત્ત્વનો હોવાથી મારા શેડ્યુલમાં એને પ્રથમ રાખું છું.”—જોર્ડન.

આનો વિચાર કરો:

તમે અભ્યાસ માટે કેવું શેડ્યુલ બનાવશો?

[પાન ૧૩ પર બોક્સ/ચિત્રો]

બીજા યુવાનો પાસેથી અમુક સૂચનો

ઝેકરી—તમારા માબાપ કે બીજા કોઈ જે અભ્યાસ કરતા હોય એ જ તમારે કરવાની જરૂર નથી. જાતે અભ્યાસ કરવાનો અર્થ થાય પોતાને જે જાણવું છે એના વિષે વધારે વાંચવું.

કૅલી—શરૂઆતમાં થોડો થોડો સમય સ્ટડી કરો. જેમ કે, દરરોજ પાંચ મિનિટ. પછી તમે ધીરે ધીરે ૧૦ કે ૧૫ મિનિટ કરીને સમય વધારી શકો. આમ કરવાથી તમને ખૂબ મઝા આવશે!

ડેનીયેલા—જુદી જુદી ચીજ વસ્તુઓ વાપરવાથી પણ ફરક પડે છે. જેમ કે, રંગબેરંગી પેન, સરસ નોટબુક અથવા કૉમ્પ્યુટર પર ફાઈલ બનાવી શકો.

જૉર્ડન—હું મનગમતા વિષય પર અભ્યાસ કરું તો, મઝા આવે અને લાંબા સમય સુધી કરી શકું છું. એ માટે હું શાંત જગ્યાએ બેસું છું. જો આજુ-બાજુ ઘોંઘાટ હોય, તો મને અભ્યાસ કરવાની મઝા ના આવે.

[પાન ૧૨ પર ડાયગ્રામ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

વાળો

કાપો