સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારાં બાળકોને શીખવો

ઈશ્વરને દુઃખ થઈ શકે છે શું કરવાથી તેમને આનંદ થશે?

ઈશ્વરને દુઃખ થઈ શકે છે શું કરવાથી તેમને આનંદ થશે?

શું તમને કદી દુઃખ થયું છે જેનાથી રડી પડ્યા હોય? * એવું બધાએ કદાચ અનુભવ્યું હશે. અમુક સમયે ઉદાસ થવાથી કદાચ આપણે રડી પડીએ. જો કોઈ આપણા વિશે જૂઠાણું ફેલાવે, તો આપણને દુઃખ થશે ખરું ને?— ઈશ્વર વિશે જૂઠાણું ફેલાવવામાં આવે ત્યારે તેમને પણ દુઃખ થાય છે. ચાલો એના વિશે વાત કરીએ અને જોઈએ કે કઈ રીતે ઈશ્વરને દુઃખી કરવાને બદલે આનંદિત કરી શકીએ.

બાઇબલ કહે છે કે ઈશ્વરને પ્રેમ કરે છે એવું કહેનારા અમુક લોકોએ હકીકતમાં તેમને ‘દુઃખી કર્યા.’ તેઓએ “ઈશ્વરને માઠું લગાડ્યું.” ચાલો જોઈએ કે યહોવાનું કહેવું માનીએ નહિ ત્યારે, તેમને કેમ દુઃખ થાય છે.

યહોવાએ બનાવેલી પ્રથમ બે વ્યક્તિએ તેમને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હતું. તેઓને ધરતીની સૌથી સુંદર જગ્યા, “એદન વાડી”માં રાખ્યા હતા. એ વ્યક્તિઓ કોણ હતી?— હા, પ્રથમ આદમ અને અમુક સમય પછી હવા. ચાલો જોઈએ કે તેઓએ એવું શું કર્યું જેનાથી યહોવાને દુઃખ થયું.

યહોવાએ તેઓને એ બાગ રહેવા આપ્યો પછી એની સારી રીતે સંભાળ રાખવાનું જણાવ્યું. એ પણ જણાવ્યું કે તેઓ કુટુંબ ઉછેરી શકે અને મરણ પામ્યા વગર એમાં કાયમ માટે રહી શકે. પરંતુ, આદમ અને હવાને બાળકો થયાં એ પહેલાં ખતરનાક બાબત બની. એ શું હતું તમે જાણો છો?— એક દૂતે પ્રથમ હવાને અને પછી આદમને યહોવા વિરુદ્ધ થવા ઉશ્કેર્યા. ચાલો જોઈએ એ કઈ રીતે બન્યું.

એ દૂતે એવું પ્રગટ કર્યું જાણે સાપ બોલતો હોય. હવાએ જે સાંભળ્યું એ તેને ગમી ગયું. સાપે કહ્યું કે તે ‘ઈશ્વર જેવી’ બનશે. એટલે સાપે તેને જે કહ્યું એ જ તેણે કર્યું. એ શું હતું તમે જાણો છો?

હવાએ એ વૃક્ષનું ફળ ખાધું જેની યહોવાએ આદમને મના કરી હતી. હવાને ઉત્પન્‍ન કરી એ પહેલાં ઈશ્વરે આદમને આમ જણાવ્યું: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.”

હવા પણ એ આજ્ઞાથી જાણકાર હતી. તોપણ, તેણે એ વૃક્ષને જોયા કર્યું. તેણે જોયું કે એ ‘ફળ ખાવાને વાસ્તે સારું, ને જોવામાં સુંદર છે. એટલે તેણે ફળ તોડીને ખાધું.’ પછી, તેણે એ ફળ આદમને આપ્યું. આદમે પણ “ખાધું.” તેણે કેમ એ ખાધું, તમને શું લાગે છે?— કેમ કે, યહોવા કરતાં આદમ વધારે હવાને પ્રેમ કરવા લાગ્યો. તેણે ઈશ્વરના બદલે હવાને ખુશ કરવાનું પસંદ કર્યું. પરંતુ, બીજા કોઈ કરતાં યહોવાનું સાંભળવું વધારે મહત્ત્વનું છે.

હવા સાથે સાપે વાત કરી એ તમને યાદ છે? જેમ એક વ્યક્તિ કઠપૂતળીને બોલતી પ્રગટ કરી શકે છે. એવી જ રીતે કોઈકે સાપને બોલતો પ્રગટ કર્યો. સાપ દ્વારા કોણ બોલતું હતું એ તમે જાણો છો? એ અવાજ ‘જૂનો સાપ જે શેતાન કહેવાય છે’ તેનો હતો.

યહોવાને કઈ રીતે ખુશ કરી શકો, એ શું તમે જાણો છો?— હંમેશાં તેમનું કહેવું માનીને તમે એમ કરી શકશો. શેતાન કહે છે કે પોતે જે ચાહે એ બધાની પાસે કરાવી શકે છે. એટલે, યહોવા આપણને ઉત્તેજન આપે છે: “મારા દીકરા [કે દીકરી], જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” યહોવાને શેતાન મહેણાં ટોણા મારે છે. શેતાનનું કહેવું છે કે પોતે બધાને યહોવાની ભક્તિથી દૂર લઈ જઈ શકે. તેથી, તમે યહોવાનું માનશો અને ભક્તિ કરશો તો, તેમને ખૂબ આનંદ થશે. શું તમે એમ કરવા સખત મહેનત કરશો?

^ તમે બાળક સાથે વાંચતા હો તો, આ લીટી યાદ કરાવશે કે બાળકના વિચારો જાણવા તમારે થોભવાની જરૂર છે.