સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

TheCrimsonMonkey/E+ via Getty Images

ખાસ ઝુંબેશ

ઈશ્વરનું રાજ્ય કઈ રીતે પર્યાવરણને લગતી સમસ્યા દૂર કરશે?

ઈશ્વરનું રાજ્ય કઈ રીતે પર્યાવરણને લગતી સમસ્યા દૂર કરશે?

 “પર્યાવરણમાં થઈ રહેલી ઊથલ-પાથલને લીધે લોકો હેરાન-પરેશાન છે. શહેરોમાં, જંગલોમાં, દરેક જગ્યાએ એની ખરાબ અસર જોવા મળી રહી છે. આવા ખરાબ હવામાનને લીધે આજે પહેલાં કરતા વધારે મોટા વાવાઝોડા આવી રહ્યાં છે. એનાથી લોકોના ઘર અને જીવન તબાહ થઈ રહ્યાં છે. દરિયાનું તાપમાન પણ વધી રહ્યું છે જેના લીધે ઘણા જીવો લુપ્ત થઈ રહ્યાં છે.”—ઈંગર એંડરસન, સંયુક્ત રાષ્ટ્રના ઉપસેક્રેટરી જનરલ અને પર્યાવરણ પ્રોગ્રામના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, જુલાઈ ૨૫, ૨૦૨૩.

 શું સરકારો સાથે મળીને પર્યાવરણને લગતી આ સમસ્યાઓનો હલ લાવી શકશે? શું એ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવો તેઓના હાથમાં છે?

 બાઇબલમાં એક એવી સરકાર વિશે જણાવ્યું છે, જે આ બધી જ સમસ્યાઓ દૂર કરી શકે છે અને તે ચોક્કસ એમ કરશે. બાઇબલમાં જણાવ્યું છે કે, “સ્વર્ગના ઈશ્વર એક રાજ્યની સ્થાપના કરશે.” એ રાજ્ય પૃથ્વી પરની બધી તકલીફો દૂર કરશે. (દાનિયેલ ૨:૪૪) એ સમયે પૃથ્વી પર લોકો “કંઈ નુકસાન કે વિનાશ કરશે નહિ”—યશાયા ૧૧:૯.