જુઓ, શું બની રહ્યું છે!
યુવાનોમાં વધતી જતી માનસિક બીમારી—બાઇબલ શું કહે છે?
સોમવાર, ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ અમેરિકાની સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) સંસ્થાએ અમેરિકામાં રહેતા યુવાનોના (ટીનેજર) માનસિક સ્વાસ્થ્ય પર રિપોર્ટ બહાર પાડ્યો. એમાં જણાવ્યું હતું કે ૯થી ૧૨ ધોરણના ૪૦ ટકા કરતાં વધારે વિદ્યાર્થીઓ, ઘણા સમયથી દુઃખ અને નિરાશાની લાગણીથી પીડાય છે.
ડૉ. કૅથલિન એથીઅર, સીડીસીના ઍડલેસન્ટ એન્ડ સ્કૂલ હેલ્થ (ડીએએસએચ) વિભાગના ડાયરેક્ટર છે. તેમણે જણાવ્યું: “અમે જોયું છે કે છેલ્લા ૧૦ વર્ષોમાં યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય ઘણું ખરાબ થઈ રહ્યું છે. પણ યુવાન છોકરીઓમાં તો એ ઘણું વધી રહ્યું છે. અનેક છોકરીઓ પોતાનું જીવન ટૂંકાવી દેવાનું વિચારે છે. અરે, એ માટે તેઓ પ્લાન કરે છે અને અમુક તો ખરેખર પોતાનું જીવન ટૂંકાવી દેવાનો પ્રયત્ન પણ કરે છે.”
રિપોર્ટમાં જણાવ્યું હતું:
૧૦માંથી ઓછામાં ઓછી ૧ યુવતી (૧૪ ટકા) સાથે બળજબરીથી સેક્સ કરવામાં આવે છે. ડૉ. કૅથલિન એથીઅર કહે છે, “એ આંકડા ચોંકાવનારા છે. તમે ઓળખો છો એવી ૧૦ યુવતીઓમાંથી ઓછામાં ઓછી એક અથવા એક કરતાં વધારે સાથે રૅપ થયો છે.”
૩માંથી આશરે ૧ યુવતીએ (૩૦ ટકા) આત્મહત્યા કરવાની કોશિશ કરી છે.
૫માંથી આશરે ૩ યુવતીઓ (૫૭ ટકા) ઘણા સમયથી દુઃખ અને નિરાશાની લાગણીથી પીડાય છે.
એ વાંચીને કાળજું કપાઈ જાય છે! યુવાનીનો સમય તો ખુશી અને આનંદનો સમય હોવો જોઈએ. યુવાનો આજે ઘણી મુશ્કેલીઓથી ઘેરાયેલા છે, એમાંથી બહાર આવવા તેઓને શું મદદ કરી શકે? ચાલો જોઈએ કે બાઇબલ એ વિશે શું કહે છે.
યુવાનો માટે બાઇબલમાંથી મદદ
બાઇબલમાં જણાવ્યું છે કે આપણે ‘સંકટના સમયમાં’ જીવી રહ્યા છીએ, ‘જે સહન કરવા અઘરા છે.’ (૨ તિમોથી ૩:૧-૫) એ વાત કેટલી સાચી છે! જોકે બાઇબલ એક જૂનું પુસ્તક છે, છતાં એમાં આપેલી સલાહ આજે પણ ઉપયોગી છે. આજે દુનિયાભરના લાખો યુવાનો બાઇબલની સલાહ પાળીને પોતાની મુશ્કેલીઓ સામે લડી રહ્યા છે. નીચે અલગ અલગ વિષય પર લેખ છે, જેમાં સારી સલાહ આપી છે.
આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે
ડિપ્રેશન, ઉદાસીનતા અથવા નિરાશ કરતી લાગણીઓ સામે લડતા હોઈએ ત્યારે
નિરાશા છોડો, ખુશ રહો! (વ્હાઇટબૉર્ડ એનિમેશન)
કોઈ હેરાન કરતું હોય કે ધમકાવતું હોય ત્યારે
હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો (વ્હાઇટબૉર્ડ એનિમેશન)
કોઈ જાતીય પજવણી કે જબરજસ્તી કરે ત્યારે
જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?—ભાગ ૧: સાવધ રહેવું
જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?—ભાગ ૨: આઘાતમાંથી બહાર આવવું
માબાપ માટે બાઇબલની સલાહ
બાઇબલમાં આપેલી સલાહથી માબાપને મદદ મળે છે, જેથી તેઓ પોતાના યુવાનોને મુશ્કેલીઓ સહેવા મદદ કરી શકે. નીચે અલગ અલગ વિષય પર લેખ છે, જેમાં સારી સલાહ આપી છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી (વ્હાઇટબૉર્ડ એનિમેશન)