સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ બીમારીમાંથી જલદી સાજા થાય છે

યહોવાના સાક્ષીઓ બીમારીમાંથી જલદી સાજા થાય છે

ઑસ્ટ્રેલિયા: ધ સિડની મૉર્નિંગ હેરોલ્ડ છાપાએ ઑક્ટોબર ર, ૨૦૧૨માં અહેવાલ આપ્યો હતો: “યહોવાના સાક્ષીઓ પોતાની ધાર્મિક માન્યતાને કારણે લોહી લેતા નથી. હકીકતમાં, તેઓ બીજા દર્દીઓ કરતાં જલદી સાજા થાય છે.”

સિડની મેડિકલ સ્કૂલ, સિડની યુનિવર્સિટીના ક્લિનિકલ પ્રોફેસર જેમ્સ ઇસબિસ્ટરે કહેલા શબ્દો આ છાપું ટાંકે છે, “પ્રોફેસર ઇસબિસ્ટર જણાવે છે કે ડૉક્ટરો યહોવાના સાક્ષીઓને સારી સારવાર આપતા હતા, જેથી તેઓનું લોહી વધારે વહી ન જાય. પરિણામે, બીજા દર્દીઓ કરતાં સાક્ષીઓના જીવન બચવાની શક્યતા વધારે હતી. તેમ જ, ઑપરેશન દરમિયાન લોહી લેતા દર્દીઓ કરતાં તેઓએ હૉસ્પિટલ અને આઇ.સી.યુ.માં ઓછું રહેવું પડતું હતું.

ડૉક્ટર ઇસબિસ્ટર જેવું બીજાઓ પણ માને છે. હૃદયનું ઑપરેશન કરાવનાર સાક્ષીઓ વિશે આર્કાઈવ્સ ઑફ ઇન્ટરનલ મેડિસિન ઑગસ્ટ ૧૩-૨૭, ૨૦૧૨નો અંક જણાવે છે: “લોહી લેતા દર્દીઓ કરતાં સાક્ષીઓના કિસ્સામાં ગંભીર સ્થિતિનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને તેઓને હૉસ્પિટલમાંથી વહેલી રજા મળે છે.”